Wall

admin's picture
admin

Happy Ganesh Chaturthi!

May your home be filled with health and prosperity.

admin's picture
admin

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ભાનુશાલી જ્ઞાતિની માતૃ સંસ્થા છે. આ સંસ્થા માટે ભાનુશાલી ભાઈયો હંમેશા તન-મન-ધન થી સેવા કરે છે.

હાલમાં સેવા સમાજ દ્વારા ભાનુશાલી જ્ઞાતિ ના ઉત્કર્ષ માટે ખુબજ મહત્વના કાર્યો હાથ ધરેલ છે. જે પૂર્ણ કરવા સેવા સમાજના કાર્યકરો તથા જ્ઞાતિ ભાઈયો કટિબદ્ધ છે. સેવા સમાજ નો વર્ષમાં સહાય તથા ખર્ચ લગભગ સાડા ચાર કેરોડ છે અને સમાજના દિલેર દાતા દ્વારા ઉદાર દિલે અનુદાન આપે છે જે થી આ ખર્ચ ને પહોંચી શકાય છે અને આ ખર્ચ આપતી સહાય માં સતત વધારો થયા કરે છે તેની સામે સેવા સમાજના હાલનું ફંડ ખુબ ઓછું છે અને આજના સમય માં ડીપોઝિટ ઉપર વ્યાજ દર ખુબ ઓછા છે જેથી સેવા સમાજના કાર્ય કરવા ખુબ અઘરા છે અને આપણા સમાજના દિલેર દાતાશ્રીઓ અને જ્ઞાતિ ભાઈયો પર એટલો સમાજને વિશ્વાસ છે કે આવનાર સમયમાં જ્ઞાતિ ના ચાલતા કાર્ય પણ ખુબ સરળતા પૂર્વર્ક થઇ જશે. પણ આવનાર સમય માં સેવા સમાજ દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ માટે યોજેલ પાંચ કાર્ય કરવા ખુબ મોટી રકમ ની જરૂરિયાત હશે. ભાનુશાલી વાડી રેડેવેલોપમેન્ટ, નેરુલ અને બીજા કાર્ય કરવા જ્ઞાતિ ના ભાઈયો અને દાતાશ્રીઓ ખુબ ઉદાર અને મોટું મન રાખે છે અને જો સાથે મળી સેવા સમાજ દ્વારા *સંકલ્પ નિધિ* માં વધારે માં વધારે રકમ આપે તો જ્ઞાતિ ઉત્કર્ષ ના કાર્ય પૂરું કરવું સરળ થઇ જાય અને આ કાર્ય ને પણ પહોંચી વડસુ.

સેવા સમાજ જ્ઞાતિના દિલેર દાતાશ્રીઓ, ગામ મહાજન ના તથા એરિયા ના મિત્ર મંડળોને *સંકલ્પ નિધિ* માં વધારે માં વધારે રકમ આપવા અપીલ કરે છે. અને આપણે નયા દોર ના ગીત ની સુંદર પંક્તિ ને યથાર્થ કરી બતાવીએ.

*" સાથી હાથ બઢાનાં, સાથી હાથ બઢાનાં, એક અકેલાં થક જાયેગા મિલકે બોજ ઉઠાના, સાથી હાથ બઢાનાં"*

*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ*

admin's picture
admin

તા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ ભાનુશાલી જ્ઞાતિ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળી *"જયોત સે જ્યોત જગાતે ચલો, સેવા સમાજ કો આગે બઢાતે ચલો"* ના મંત્ર ને સાર્થક કરતા ભાનુશાલી જ્ઞાતિની એક માત્ર સંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ને સંપૂર્ણ સમર્પિત *ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમ* ની રચના કરી તેમનું મુખ્ય ઉદ્દેશ માતૃ સંસ્થા ની સેવા કરવી. આ ફોરમ ને ૧૫ ઓગસ્ટ ૨૦૧૬ ના એક વર્ષ પૂર્ણ થયા ની ઉપલક્ષ માં રાખેલ કાર્યક્રમ માં માતૃ સંસ્થા ને આમંત્રણ આપેલ અને ટીમ સેવા સમાજ તેમનો જુસ્સો વધારવા આ કાર્યક્રમ માં હાજરી આપેલ. આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ભાનુશાલી વાડી રીડેવલપમેંટ કરવાનુ નિરધારેલ છે જેના સંકલ્પ નિધી (લોન) માં ભાનુશાલી જ્ઞાતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જ્ઞાતિ વિકાસ માટે સ્થપાયેલ *ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમ* ₹ 5,00,000 આપવાનુ વચન જાહેર કરેલ છે

ભગવાન ઓધવરામ ની જય
હિંગલાજ માતની જય
જ્ઞાતિ ગંગાની જય

admin's picture
admin

*70वे स्वाधीनता दिवस पर सभी मित्रो को हार्दिक शुभकामनाए वंदे मातरम*

*जय हिन्द जय भारत*

admin's picture
admin

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ૯૦ મો સમહુ લગ્ન તા. ૦૪.૧૨.૨૦૧૬ના રોજ યોજવાનું નક્કી થયેલ છે.
આ સમૂહ લગ્ન માં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પાગલ માંડશે. લગ્નોઉત્સુક યુગલોના ના વડીલોને વિનંતી છે કે વહેલી તકે સેવા સમાજની ઓફિસે નામ નોંધાવે.
(વહેલા તે પહેલા ના ધોરણે)

admin's picture
admin

પ.પુ. સંત શ્રી વાલરામજી મહારાજ લીલા સમાપન મહોત્સવ

admin's picture
admin

*જ્ઞાતિ બાંધવોને માતૃસંસ્થા દ્વારા એક અમૂલ્ય ભેટ*
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ શિક્ષણ છે. આપણા આદરણીય વડીલો દ્વારા જ્ઞાતિના બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે માંડવી, નાલિયા, જામનગર અને ભુજ ખાતે બોર્ડિંગ અને કન્યા છાત્રાલય તથા વલ્લભ વિદ્યાનગર અને પૂના ખાતે હોસ્ટેલ નું નિર્માણ કરવામાં આવ્યું જેનો લાભ જ્ઞાતિના બાળકોએ લીધો.
સેવા સમાજના શિક્ષણ ના ઉદ્દેસ ને આગળ વધારતા સેવા સમાજના *સ્વર્ણિમ વર્ષ*માં વર્તમાન કમિટી દ્વારા ભુજ ખાતે ભુજ કન્યા છાત્રાલય ના અત્યાધુનિક નવા સંકુલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને આ કાર્ય પૂર્ણ થવાના આરે છે. અને નવરાત્રી દરમિયાન આ સંકુલ લોકાર્પણ કરવામાં આવશે અને સેવા સમાજ ના યશ કલગીમાં એક સુવર્ણ પીછું ઉમેરાશે.
*જ્યોત સે જ્યોત જગાતે ચાલો, સેવા સમાજ કો આગે બઢાતે ચાલો*
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ

admin's picture
admin

શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
"વિરપસલી ઉસ્તવ"
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા સંવત ૨૦૭૨ ને શ્રાવણ સુદ ૫ ને રવિવાર તા. ૦૭.૦૮.૨૦૧૬ ના દિવસે "વિરપસલી ઉસ્તવ" ઉજવવાનું નક્કી થયેલ છે. સમાજ ના કાર્યકરો રવિવાર, તા. ૦૭.૦૮.૨૦૧૬ ના તથા રવિવાર તા. ૧૪.૦૮.૨૦૧૬ ના દિવસે આપની સમક્ષ ફાળો એકત્રિત કરવા આવશે, તો દર વર્ષની જેમ ઉદાર હાથે આ ઈશ્વરીય કાર્યમાં અનુદાન આપી સમાજ ની ઝોળી છલકાવસો.
આ કાર્યની જવાબદારી સાંભળતા સેવાભાવી કાર્યકરો તથા આપણા ગામોના મહાજનો, મિત્ર મંડળો અને સંસ્થાઓ ના હોદ્દેદારોની મિટિંગ રવિવાર તા. ૩૧.૦૭.૨૦૧૬ ના રોજ સાંજે ૬.૩૦ કલાકે ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) મધે રાખવામાં આવેલ છે. જેમાં સમયસર અચૂક હાજરી આપવા વિનંતી.
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
નોંધ: વિયારૂં સૌ સાથે કરશું

Pages