admin » Wall: તા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ ભાનુશાલી જ્ઞાતિ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મ…
admin
» Wall
તા. ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ ભાનુશાલી જ્ઞાતિ ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળી *"જયોત સે જ્યોત જગાતે ચલો, સેવા સમાજ કો આગે બઢાતે ચલો"* ના મંત્ર ને સાર્થક કરતા ભાનુશાલી જ્ઞાતિની એક માત્ર સંસ્થા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ને સંપૂર્ણ સમર્પિત *ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમ* ની રચના કરી તેમનું મુખ્ય ઉદ્દેશ માતૃ સંસ્થા ની સેવા કરવી. આ ફોરમ ને ૧૫ ઓગસ્ટ ૨૦૧૬ ના એક વર્ષ પૂર્ણ થયા ની ઉપલક્ષ માં રાખેલ કાર્યક્રમ માં માતૃ સંસ્થા ને આમંત્રણ આપેલ અને ટીમ સેવા સમાજ તેમનો જુસ્સો વધારવા આ કાર્યક્રમ માં હાજરી આપેલ. આ પ્રસંગે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ દ્વારા ભાનુશાલી વાડી રીડેવલપમેંટ કરવાનુ નિરધારેલ છે જેના સંકલ્પ નિધી (લોન) માં ભાનુશાલી જ્ઞાતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા જ્ઞાતિ વિકાસ માટે સ્થપાયેલ *ભાનુશાલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફોરમ* ₹ 5,00,000 આપવાનુ વચન જાહેર કરેલ છે
ભગવાન ઓધવરામ ની જય
હિંગલાજ માતની જય
જ્ઞાતિ ગંગાની જય
08/17/2016 - 10:29