admin » Wall: શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ભાનુશાલી જ્ઞાતિની માતૃ સંસ્થ…
admin
» Wall
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ભાનુશાલી જ્ઞાતિની માતૃ સંસ્થા છે. આ સંસ્થા માટે ભાનુશાલી ભાઈયો હંમેશા તન-મન-ધન થી સેવા કરે છે.
હાલમાં સેવા સમાજ દ્વારા ભાનુશાલી જ્ઞાતિ ના ઉત્કર્ષ માટે ખુબજ મહત્વના કાર્યો હાથ ધરેલ છે. જે પૂર્ણ કરવા સેવા સમાજના કાર્યકરો તથા જ્ઞાતિ ભાઈયો કટિબદ્ધ છે. સેવા સમાજ નો વર્ષમાં સહાય તથા ખર્ચ લગભગ સાડા ચાર કેરોડ છે અને સમાજના દિલેર દાતા દ્વારા ઉદાર દિલે અનુદાન આપે છે જે થી આ ખર્ચ ને પહોંચી શકાય છે અને આ ખર્ચ આપતી સહાય માં સતત વધારો થયા કરે છે તેની સામે સેવા સમાજના હાલનું ફંડ ખુબ ઓછું છે અને આજના સમય માં ડીપોઝિટ ઉપર વ્યાજ દર ખુબ ઓછા છે જેથી સેવા સમાજના કાર્ય કરવા ખુબ અઘરા છે અને આપણા સમાજના દિલેર દાતાશ્રીઓ અને જ્ઞાતિ ભાઈયો પર એટલો સમાજને વિશ્વાસ છે કે આવનાર સમયમાં જ્ઞાતિ ના ચાલતા કાર્ય પણ ખુબ સરળતા પૂર્વર્ક થઇ જશે. પણ આવનાર સમય માં સેવા સમાજ દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષ માટે યોજેલ પાંચ કાર્ય કરવા ખુબ મોટી રકમ ની જરૂરિયાત હશે. ભાનુશાલી વાડી રેડેવેલોપમેન્ટ, નેરુલ અને બીજા કાર્ય કરવા જ્ઞાતિ ના ભાઈયો અને દાતાશ્રીઓ ખુબ ઉદાર અને મોટું મન રાખે છે અને જો સાથે મળી સેવા સમાજ દ્વારા *સંકલ્પ નિધિ* માં વધારે માં વધારે રકમ આપે તો જ્ઞાતિ ઉત્કર્ષ ના કાર્ય પૂરું કરવું સરળ થઇ જાય અને આ કાર્ય ને પણ પહોંચી વડસુ.
સેવા સમાજ જ્ઞાતિના દિલેર દાતાશ્રીઓ, ગામ મહાજન ના તથા એરિયા ના મિત્ર મંડળોને *સંકલ્પ નિધિ* માં વધારે માં વધારે રકમ આપવા અપીલ કરે છે. અને આપણે નયા દોર ના ગીત ની સુંદર પંક્તિ ને યથાર્થ કરી બતાવીએ.
*" સાથી હાથ બઢાનાં, સાથી હાથ બઢાનાં, એક અકેલાં થક જાયેગા મિલકે બોજ ઉઠાના, સાથી હાથ બઢાનાં"*
*શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ*
08/28/2016 - 12:51