admin » Wall: *જ્ઞાતિ બાંધવોને માતૃસંસ્થા દ્વારા એક અમૂલ્ય ભેટ* શ્રી કચ્છી ભાન…
admin
» Wall
*જ્ઞાતિ બાંધવોને માતૃસંસ્થા દ્વારા એક અમૂલ્ય ભેટ*
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ શિક્ષણ છે. આપણા આદરણીય વડીલો દ્વારા જ્ઞાતિના બાળકો ને શિક્ષણ મળી રહે તે માટે માંડવી, નાલિયા, જામનગર અને ભુજ ખાતે બોર્ડિંગ અને કન્યા છાત્રાલય તથા વલ્લભ વિદ્યાનગર અને પૂના ખાતે હોસ્ટેલ નું નિર્માણ કરવામાં આવ્યું જેનો લાભ જ્ઞાતિના બાળકોએ લીધો.
સેવા સમાજના શિક્ષણ ના ઉદ્દેસ ને આગળ વધારતા સેવા સમાજના *સ્વર્ણિમ વર્ષ*માં વર્તમાન કમિટી દ્વારા ભુજ ખાતે ભુજ કન્યા છાત્રાલય ના અત્યાધુનિક નવા સંકુલ નું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું અને આ કાર્ય પૂર્ણ થવાના આરે છે. અને નવરાત્રી દરમિયાન આ સંકુલ લોકાર્પણ કરવામાં આવશે અને સેવા સમાજ ના યશ કલગીમાં એક સુવર્ણ પીછું ઉમેરાશે.
*જ્યોત સે જ્યોત જગાતે ચાલો, સેવા સમાજ કો આગે બઢાતે ચાલો*
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ
08/11/2016 - 21:02