skbsst » Wall: <div> <div><u><em><strong>સેવા સમા…

skbsst's picture
skbsst » Wall
સેવા સમાજનું જ્ઞાતિ ઉત્કર્ષ માં એક પગલું
 
ભાનુશાલી જ્ઞાતિ ના શિરોમણી પ્રાતઃ સ્મરણીય ગુરુવર્ય શ્રી ઓધવરામજી મહારાજે ભાનુશાલી જ્ઞાતિજનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ખુબ આગળ વધે એવા સ્વપ્ન જોયા હતા અને ગુરૂ મહારાજે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ ના પાયાની રચના કરી. મહારાજશ્રીએ ચીંધેલ માર્ગ ઉપર આગળ વધતા આપણા પૂર્વજોએ માંડવી, નલીયા, ભુજ તેમજ જામનગર ખાતે વિદ્યાર્થી ગૃહ તેમજ કન્યા છાત્રાલયનું નિર્માણ કર્યું અને આ વ્યવસ્થા નો લાભ આપણા જ્ઞાતિ ભાઈઓએ લીધો અને તેઓ આજે ખુબ ઉચ્ચ પદે પહોંચ્યા છે. 
સમયાંતરે સેવા સમાજે વલ્લભ વિદ્યા નગર ખાતે હોસ્ટેલનું નિર્માણ કર્યું તેમજ પૂના ખાતે ઉચ્ચ શિક્ષણ લેવા મંગતા આપણા બાળકો માટે આધુનિક હોસ્ટેલ સંકુલ નું નિર્માણ કર્યું. અને "मुलगी शिकली, प्रगती झाली" ના મંત્ર ને મનમાં રાખી વર્તમાન કમિટીએ કચ્છ ખાતે ભુજ માં આપણી દીકરીઓ માટે *અત્યઆધુનિક કન્યા છાત્રાલય* નું નિર્માણ કર્યું. જેમાં આપણી દીકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના માત પિતા અને સમાજનું નામ રોશન કરશે અને પોતાના પરિવારને મદદરૂપ થશે.
આ *અત્યઆધુનિક સંકુલ* નું લોકાર્પણ વિધિ તા. ૨૯.૦૪.૨૦૧૭ ના રોજ રાખેલ છે. જ્ઞાતિના દરેક ભાઈઓ અને બહેનોને આ લોકાર્પણ વિધિમાં વધારે માં વધારે સંખ્યા માં પધારવા સહર્ષ નિમંત્રણ છે. 🙏🙏
 
નિમંત્રક: શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
 
ખાસ નોંધ: આ વિધિ માં ભાગ લેવા જલ્દી થી જલ્દી ટિકિટ કઢાવી લેવા વિનંતી.
01/19/2017 - 14:42