skbsst » Wall: <div> <div><em><strong><u>હલો માદર…
skbsst
» Wall
હલો માદરે વતન કચ્છ
હલો માદરે વતન કચ્છ
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ દ્વારા આપણા વતન કચ્છ માં જ્ઞાતિ ઉપયોગી કાર્યની હારમાળા સર્જાઈ છે. તો દરેક જ્ઞાતિ બાંધવોને આ જ્ઞાતિ ઉપયોગી કાર્યમાં જોડાવવા નમ્ર નિમંત્રણ
તા. ૨૮.૦૪.૨૦૧૭ ના કચ્છ ગામ બીટ્ટા મધે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઇ દ્વારા ૪૯ મો સમૂહ લગ્ન યોજાશે. જેમાં આપણા જ્ઞાતિ ના નાવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.
તા. ૨૯.૦૪.૨૦૧૭ ના રોજ આપણી જ્ઞાતિ ની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરીઓ માટે ભુજ ખાતે એક અત્યઆધુનિક કન્યા છાત્રાલય નું નિર્માણ કરવામાં આવ્યું છે તેની લોકાર્પણ વિધિ.
તા. ૩૦.૦૪.૨૦૧૭ ના નાલીયા ખાતે બિરાજેલ ભાનુશાલી જ્ઞાતિની કુળદેવી શ્રી હિંગલાજ માતાનો પાટોત્સવ રાખેલ છે.
ઉપર મુજબના દરેક ઉત્સવ માં ભાગ લેવા જ્ઞાતિજનોને નમ્ર વિનંતી.
શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, મુંબઇ
01/18/2017 - 15:51