admin: નેત્ર - ત્વચા - દેહ દાન મહા દાન ૮૪ યોની ની પરિક્રમણા કાર્ય બાદ મનુષ્ય અ…

admin's picture
admin

નેત્ર - ત્વચા - દેહ દાન મહા દાન

૮૪ યોની ની પરિક્રમણા કાર્ય બાદ મનુષ્ય અવતાર મળે છે. કુદરત દ્વારા મળેલ આ મુનુષ્ય દેહ ખુબજ કામનું છે. જીવતા જીવત આ દેહ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય થાય છે. અને મૃત્યુ બાદ જો આપણે આ દેહ નું દાન કરીયે તો બે માનવ ને આંખો મળે અને તે આ સુંદર દુનિયા જોય શકે, જો કોઈને કિડની લાગી જાય તો તેની જાન બચી શકે. અને દેહ ઉપર વૈજ્ઞાનિકો સંશોધન કરી બીમારી નું ઈલાજ શોધી શકે અને ડોક્ટરો બનવા માંગતા વિદ્યાર્થીઓ ને expriment માટે કામ લાગે. મનુષ્ય દેહ ના આટલા ફાયદા છે.

માટે શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ દરેક ભાનુશાલી ભાઈયો ને વિનંતિ કરે છે કે દરેક ભાઈયો અને બહેનો આ સમાજ ઉપયોગી કાર્ય પોતાનું નામ નોંધાવી પોતાની આંખો-ત્વચા અને દેહ દાન કરે.

આ ભગીરથ કાર્ય માં જે પણ કાર્યકર્તા જોડાવા માંગતા હોય તેમને પોતાનું નામ ભાનુશાલી વાડી (21026203, 21024785) માં નોંધાવે.

આજે શ્રાદ્ધ ના પ્રથમ દિવસે આપણે દેહ દાન માં નામ નોંધાવી આપના પિતૃને સાચું શ્રાદ્ધ અર્પણ કરીયે.

Email: bhanusamaj@gmail.com
Please like: http:/facebook. com/shreekutchhibhanushalisevasamajtrustmumbai

09/20/2016 - 20:11